મોરબી જીલ્લામા લોહાણા સમાજનુ રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો કારસો ? સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ

લોહાણા મહિલા શ્રીમતિ જયશ્રીબેન સેજપાલ સંચાલિત વાંકાનેર નગરપાલીકાને સુપરસીડ કરી લોહાણા આગેવાનો ને સતા પરથી ઉતારવા ઘડાતો તખ્તો અન્ય સમાજ ની બહુમતી છતા ૨૫-૨૫ વર્ષ સુધી વાંકાનેર નગરપાલીકાનુ શાસન લોહાણા સમાજે જાળવી રાખી પક્ષ પ્રત્યે વફાદારી નિભાવી કોઈનો પંજો પડવા દીધો ન હતો લોહાણા સમાજ ના રાજકીય અસ્તિત્વ સમા આ પ્રશ્ન મા મોરબી જીલ્લા ની રાજકીય કટપુતડીઓનુ ભેદી મૌન

 

 

મોરબી જીલ્લા ની વાંકાનેર નગરપાલીકા મા છેલ્લા ૨૫-૨૫ વર્ષ થી શાસન જાળવી રાખનાર લોહાણા સમાજ ના રાજકીય અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. તાજેતર મા મોરબી જીલ્લા ના લોહાણા સમાજ ના અગ્રણી મહિલા શ્રીમતિ જયશ્રી બેન સેજપાલ ના પ્રમુખપદે વાંકાનેર નગરપાલીકા નુ શાસન ચાલી રહ્યુ છે ત્યારે સરકાર તરફ થી વાકાનેર નગરપાલીકા ને સુપરસીડ કરવાની નોટીસ આપવા મા આવી છે. ત્યારે મોરબી જીલ્લા ની  લોહાણા સમાજ ની રાજકીય કટપુતડીઓએ ભેદી મૌન ધારણ કરી લીધુ છે.

સૌરાષ્ટ્ર ના લોહાણા સમાજ ના અગ્રણી હિન્દુ હ્રદય સમ્રાટ જીતુભાઈ સોમાણી જનસંઘ ના વખત થી ભાજપ ને વફાદાર રહ્યા છે ત્યારે અન્ય સમાજ ની બહુમતી હોવા છતા વાકાનેર નગરપાલીકા નુ શાસન ૨૫-૨૫ વર્ષ સુધી જીતુભાઈએ જાળવી રાખ્યુ છે. તે ઉપરાંત સમગ્ર મોરબી જીલ્લા મા રહેતા દરેક રઘુવંશીઓ ના હ્રદય મા જીતુભાઈએ આગવુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે પરંતુ પ્રવર્તમાન સમયે પાર્ટી ના અમુક નેતાઓ દ્વારા લોહાણા સમાજ નુ રાજકીય અસ્તિત્વ ખતમ કરવા નો કારસો ઘડી કાઢવા મા આવ્યો છે જેના પરિણામ સ્વરૂપ વાકાનેર નગરપાલિકા ના લોહાણા મહિલા પ્રમુખ ને સરકારી વિભાગ તરફથી નોટીસ પાઠવવા મા આવી છે ત્યારે મોરબી જીલ્લા ના લોહાણા સમાજ ના બિનરાજકીય આગેવાનો મા રોષ ભભુકી ઉઠ્યો છે પરંતુ લોહાણા સમાજ ની રાજકીય કટપુતડીઓ કે જેમને જીતુભાઈ સોમાણીએ વિવિધ હોદાઓ અપાવ્યા તેમજ રાજકીય ઓળખ અપાવી તેઓએ મૌન સેવી લીધુ છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આવી કટપુતડીઓ માટે પાર્ટી મહત્વની કે લોહાણા સમાજ?

મોરબી-માળીયા ની ગત પેટા ચુંટણી મા જીતુભાઈ સોમાણી ની આગેવાની મા મોરબી શહેર મા પાંચ-પાંચ વખત લોહાણા સમાજ ના સંમેલનો બોલાવવા મા આવ્યા હતા. જીતુભાઈ એ તન-મન-ધન થી મહેનત કરી લોહાણા સમાજ ના મત કોંગ્રેસ માંથી ભાજપ મા આવેલ બ્રિજેશભાઈ મેરજા ને અપાવવા પ્રયત્નો કર્યા હતા. ભાજપ ની જીત મા સિંહફાળો આપ્યો હતો. પરંતુ પ્રવર્તમાન સમયે જ્યારે લોહાણા સમાજ નુ રાજકીય અસ્તિત્વ જોખમ મા મુકાયુ છે ત્યારે મોરબી જીલ્લા ના રાજકીય લોકો સપોર્ટ કરવાને બદલે ચાપલુસી કરવા મા વ્યસ્ત હોય તેવુ લાગી રહ્યુ માત્ર એટલે થી ન અટકતા લોહાણા સમાજ ના રાજકીય અસ્તિત્વ માટે લડતી સંસ્થા રઘુવંશી ક્રાંતિ મંચ નુ મોરબી મા સંમેલન ન થાય તેના માટે યેનકેન પ્રકારે પ્રયત્ન કરી સમાજ ને ગુમરાહ કરી રહ્યા છે.

એક સમય હતો જ્યારે ગુજરાત ની વિધાનસભાઓ, નગરપાલીકાઓ મા લોહાણા સમાજ નો દબદબો હતો, કેન્દ્ર સરકાર પણ લોહાણા સમાજ ના આગેવાનો ના સહયોગ તેમજ માર્ગદર્શન લેતી હતી. પ્રવર્તમાન સમયે લોહાણા સમાજ નુ રાજકીય વર્ચસ્વ ક્રમશઃ ઘટી રહ્યુ છે તેના માટે જવાબદાર કોણ? પ્રવર્તમાન વર્ષે ગુજરાત મા વિધાનસભા ની ચુંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોહાણા સંચાલિત નગરપાલીકા ને નોટીસ આપવા નો શુ મતલબ? લોહાણા સમાજ ના મત ની આ જ કીંમત? દરેક સમાજ ના આગેવાનો પોતાનુ રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે રાજકીય પાર્ટીઓને સામુહીક રાજીનામા સહીત ની ચિમકીઓ આપી વિવિધ પક્ષો ને પોતાની આંગળી પર નચાવી રહ્યા છે ત્યારે લોહાણા સમાજ ના આગેવાનોને શેનુ નડતર છે?

સમસ્ત ગુજરાત ના લોહાણા સમાજ ના આગેવાનો આ બાબતે ચિંતન તેમજ મનોમંથન કરે તે જરૂરી છે

 

જ્યારે સીધી આંગળીએ ઘી ન નિકળે ત્યારે આંગળી વાંકી કરવી જ પડે તેવુ આપણા વડવાઓ કહી ગયા છે

 

આપણી આવનારી પેઢી ના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજકીય વર્ચસ્વ હોવુ અનિવાર્ય છે અન્યથા આપણી આવનારી પેઢીઓને ઘણુ સહન કરવુ પડશે. તેઓ પોતાની જાત ને કોષશે કે જ્યારે લોહાણા સમાજ  નુ રાજકીય પતન થઈ રહ્યુ હતુ ત્યારે અમારા લોકો તળીયા ચાટવામા મશગુલ હતા .

 

લોહાણા સમાજ ના મહિલા રાજકીયઆગેવાન પર આવી પડેલ વિકટ પરિસ્થિતી મા સમગ્ર ગુજરાત ના દરેક રઘુવંશીઓ સાથે રહી સમસ્યા નુ સમાધાન શોધે તેમજ સમાજ નામે ફરતી રાજકીય કટપુતડીઓ ને બેનકાબ કરી સમાજ પ્રત્યે પોતાની ફરજો નુ ભાન કરાવે તેવી અપેક્ષા આવા મેસેજ હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે અને રઘુવંશી સમાજને અન્યાય કરાયો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat