મોરબીના નવલખી રોડ પર બાઈકની ઠોકરે રાહદારી મહિલાને ઈજા

બાઈકચાલકને પણ ઈજા પહોંચી

 

મોરબીના નવલખી રોડ પરથી પસાર થતા બાઈક ચાલકે રાહદારી મહિલાને અડફેટે લેતા મહિલાને ઈજા પહોંચી હતી તો અકસ્માતમાં બાઈકચાલકને પણ ઈજા પહોંચી હોય જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના નવલખી રોડ પર હરિપાર્ક પાસે રહેતા ગોવિંદભાઈ અરજણભાઈ વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પત્ની ધનીબેન (ઉ.વ.૩૫) વાળા પગપાળા ચાલીને નવલખી રોડ પર રોડ ક્રોસ કરતા હોય ત્યારે બાઈક જીજે ૩૬ કે ૫૯૧૯ ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં ધનીબેનને અડફેટે લેતા પગમાં ઈજા પહોંચાડી હતી અને બાઈકચાલક દિનેશભાઈ વેરશીભાઈ કોળી રહે નવલખી રોડ વાળાને પણ ઈજા થઇ હતી બી ડીવીઝન પોલીસે બાઈકચાલક દિનેશભાઈ કોળી વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat