


મોરબીની સિવિલ હોસ્પિટલના મેડીકલ વોર્ડમાં દાખલ થયેલ એક દર્દી આજે વિકૃતિની હદ વટાવી ગયો હતો જે સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં પહોંચી ગયો હતો અને તેને ગાયનેક વોર્ડમાં જઈને પોતાના કપડા કાઢી નાખ્યા હતા. મહિલા દર્દીઓના વોર્ડમાં આ રીતે માનસિક અસ્થિર યુવાને પોતાના કપડા કાઢી નાખતા મહિલા દર્દીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી. ગાયનેક વોર્ડની સ્ટાફની એક મહિલાએ હિમત દાખવીને આ વિકૃત શખ્શનો સામનો કર્યો હતો જેને મેથીપાક ખવડાવ્યો હતો અને બાદમાં દર્દીઓના સગા વ્હાલાઓ એકત્ર થઈને આ શખ્શને ફરીથી મેડીકલ વોર્ડમાં મૂકી આવ્યા હતા. જોકે આ પાગલપન કરનાર શખ્શ માનસિક અસ્થિર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું પરંતુ અહી પણ તંત્રની ગંભીર લાપરવાહી નજરે પડી હતી કારણકે હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડ ના હોવાથી આવા વિકૃત કે ગુન્હાખોર માનસ ધરાવતા શખ્શો કોઈ ને ઈજા પહોંચાડી દે તો તે જવાબદારી કોણ લેશે તેવા સવાલો પણ દર્દીઓના મુખે સાંભળવા મળ્યા હતા.