Billboard ad 1150*250

પાકિસ્તાનના કેદીને અમદાવાદ સારવાર માટે લઇ જતી વેળાએ હળવદ નજીક મોત

0 61

પાકિસ્તાનનો એક ઇસમ કચ્છ સરહદ નજીકથી ઝડપાયો હોય જે બીમાર હોવાથી અમદાવાદ સારવાર માટે લઇ જતી વેળાએ હળવદ નજીક તેનું મોત થયું હતું

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બાલાસર પોલીસ સ્ટેશનમાં ફોરેનર્સ કલમ ૧૪ મુજબ પાલારા જેલ ભુજ ખાતે રહેલ કાચા કામના કેદી તગજી રાવતાભાઈ હોથીમલ રહે પાકિસ્તાન વાળો ગત તા ૦૮-૦૮-૧૯ થી ભુજ જેલમાં હોય જેને ટીબી, એચઆઈવી અને પીએલવીએ બીમારી હોવાથી સારવાર ચાલુ હોય અને ભુજની હોસ્પિટલમાં દાખલ કર્યો હોય જેને તા. ૧૪ ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે પોલીસ જાપ્તા સાથે રીફર કરતા હોય ત્યારે હળવદ માળિયા રોડ પર કેદીનું મોત થયું હતું મૃતદેહને સીએચસી હળવદ પીએમ રૂમમાં રાખવામાં આવેલ છે અને હળવદ પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat