મકાન પચાવી પાડવા વૃદ્ધા પર પુત્રવધુ અને પૌત્ર સહિતના હુમલો કર્યો

મોરબીના સામાકાઠા વિસ્તારમાં રેહતી વૃધાને પાસેથી મકાન પચાવી પાડવા માટે તેની પુત્રવધુ અને પોત્ર સહિતના ચાર શખ્સોએ મારમારતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરુ કરી છે

બનાવની મળતી વિગત મુજબ મોરબીના સો-ઓરડી વિસ્તારના વરીયાનગર રેહતા વૃદ્ધા એતીબેન દેવજીભાઈ ધોળકિયા (ઉ.વ.૭૫ ) વાળા એ બી-ડીવીઝન માં ફરિયાદ નોધાવી છે કે ગત રાત્રીના હું મારા ઘરે રૂમમાં સુતી હતી ત્યારે મારા જ બાજુના મકાનમાં રેહતી મારી પુત્રવધુ ગુલાબબેન કિશોરભાઈ ધોળકિયા, વિવકે કિશોરભાઈ ધોળકિયા (પોત્ર ), સોનલબેન વિવકે ધોળકિયા (પોત્રવધુ ) અને પોત્રી જાનકી કિશોરભાઈ ધોળકિયા સાથે મળીને મકાન બાબતે મારમારી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વૃદ્ધા જયારે મારતા હતા ત્યારે તેના બીજા પુત્ર અને પોત્ર વચે પડી ને તેને બચાવી લીધી હતી આ અગે બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી અને વધુ તપાસ મહિલા પી.એસ.આઈ એલ.બી.બગડા ચલાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat