મોરબી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ન્યુરો સર્જન ફ્રી નિદાન કેમ્પ યોજાશે

મોરબી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે રવિવારે મગજ અને કરોડરજ્જુને લાગતી બીમારીઓ માટે ફ્રી નિદાન કેમ્પ યોજાશે.આ ફ્રી ન્યુરો સર્જન કેમ્પમાં મગજ અને કરોડરજ્જુની ઝેરી તથા બિનઝેરી ગાંઠ,માથા તથા કમરની દરેક પ્રકારની ઇજા,મગજમાં પાણી ભરવું,મગજમાં લોહી ન પહોંચવું,કમરનો દુખાવો,મણકાની ગાદી ખસી જવી,ખેંચ-આંચકી તેમજ બાળકોને જન્મજાત મગજ અને કરોડરજ્જુની ખોડખાંપણ અંગે સંપૂર્ણ પણે વિનામૂલ્યે નિદાન નિષ્ણાત ડો.સચિન વી.ભીમાણી કરશે.આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા લોકોએ ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલ,મહેશ હોટલ પાછળ,સનાળા રોડ મોરબી ખાતે બપોરે ૩ થી ૫ ના સમયગાળામાં કેશ લખાવી દેવા યાદીમાં જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat