એક માસના માસુમ બાળકની માતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબી તાલુકાના નવી ટીંબડી ગામે રહતી પરિણીતાએ કોઈ કારણોસર આપધાત કરી જીવન ટુંકાવ્યું હતું.મોરબી તાલુકા પોલીસે બનવાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી તાલુકાના નવી ટીંબડી ગામે રહેતી હીરાબહેન મહેશભાઈ ચાવડા (ઉ.૨૨) નામની પરિણીતાએ આજે સવારના કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.બનાવની નોધ થતા મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોચીને મૃતદેહને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગે તપાસ ચલાવતા મોરબી તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પરિણીતાના લગ્નને ૨ વર્ષ થયા છે અને તેણીને સંતાનમાં ૧ માસનો માસુમ દીકરો હોવાનું જણાવ્યું હતું.પરિણીતાએ ક્યા કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે તે તો પોલીસની વધુ તપાસ બાદ જ જાણી શકાશે.

Comments
Loading...
WhatsApp chat