ગૌરક્ષકની હત્યાના વિરોધમાં મોરબી માલધારી સમાજનું રસ્તા રોકો આંદોલન, સૂત્રોચ્ચાર કરી વિરોધ

મોરબી જિલ્લા ગોરસ સમિતિ તથા માલધારી વિકાસ સંગઠન દ્રારા તેમજ સમસ્ત માલધારી સમાજ દ્રારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામનાં ગૌરક્ષક રાજુભાઇ રબારીની તાજેતર મા કસાઇઓ દ્રારા કરાયેલ હત્યાના વિરૂદ્ધ મા તેમજ રાજપુરથી નંદાસણ સુધી સમસ્ત માલધારી સમાજ આયોજિત રેલી શાંતિપૂર્વક ચાલતી હોય ત્યારે સરકારના કોઇ મંત્રી ના ઇશારે માલધારી સમાજ પર પોલીસે લાઠીચાર્જ કરેલ, બળપ્રયોગ કરી ટીયરગેસ છોડેલ

જે ઘટનાના વિરોધમાં આજે માલધારી સમાજ દ્વારા શહેરના શનાળા બાયપાસ ખાતે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું માલધારી સમાજના આંદોલનને પગલે પોલીસની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી માલધારી સમાજ દ્વારા નાયબ મુખ્યમંત્રી હાય હાયના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો અને માલધારી સમાજ માટે ન્યાયની માંગ કરી હતી માલધારી સમાજ અગ્રણી મનસુખભાઇ રબારી અને રમેશભાઈ રબારી સહિતનાઓની આગેવાનીમાં માલધારી સમાજે વિરોધ નોંધાવ્યો હતો

Comments
Loading...
WhatsApp chat