


મોરબી શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતભાઈ રાઠોડનો આજે જન્મદિવસ છે તા. ૧૩-૦૭-૧૯૮૭ ના રોજ જન્મેલા ભરતભાઈ રાઠોડે આજે જીવનના ૩૧ વર્ષ પૂર્ણ કરીને ૩૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
હળવદના જુના અમરાપર ગામના વતની ભરતભાઈ રાઠોડે પોલીસમાં ફરજ શરુ કર્યા બાદ હાલ તેઓ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર, મિત્રો-સ્નેહીઓ તેમજ પોલીસ પરિવાર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે સવારથી તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અભીનંદનનો ધોધ વરસી રહ્યો છે

