મચ્છુ નદીમાં ન્હાવા પડેલા સગીરનું ડૂબી જતા મોત

ફાયરની ટીમે કલાકની જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો

આજે બપોરે એક વાગ્યાના સુમારે સગીર મોરબીની મચ્છુ નદીમાં પડી ગયા બાદ નદીના પાણીમાં ડૂબવા લાગ્યો હતો જે યુવાનને બચાવવા માટે ૧૦૮ તેમજ ફાયરની ટીમને જાણ કરાતા બંને ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને ફાયરની ટીમે સગીરને બચવવા માટે રેક્સ્યું ઓપરેશન ચલાવ્યું હતું સતત એક કલાક સુધી ફાયરની ટીમે સગીરની શોધખોળ કર્યા છતાં પણ આખરે તેનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. પાણીમાં ડૂબેલા સગીરને માથામાં ઈજાઓ પહોંચી હોવાનું પણ સુત્રો જણાવે છે. મૃતક યુવાન અલ્પેશ વિઠ્ઠલભાઈ દેવીપુજક (ઉ.વ.૧૭) નામનો સગીર હોવાનું તેમજ પાડાપુલ નીચેની ઝુપડપટ્ટીમાં જ રહેતો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ અલ્પેશ દેવીપુજક નામનો સગીર ન્હાવા માટે ગયા બાદ પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હોવાનું પણ આધારભૂત સુત્રોએ જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat