મોરબીમાં સોના સીરામિકમાં રહેતા આધેડનું હાર્ટ એટેક આવતા મોત

મોરબીમાં હાર્ટ એટેકના કારણે આધેડનું મોત થયાની ઘટના સામે આવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મકનસર સોના સીરામિકમાં રહેતા 41 વર્ષીય સાવનભાઇ શ્રીરામચંન્દ્રભાઇ યાદવને તેના ઘરે જ અકાળે હાર્ટ એટેક આવતા તેમને મોરબી સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થયું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat