Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ઘૂટું રોડ પર ટ્રકની ઠોકરે બાઈકસવાર આધેડનું મોત

 

મોરબીના ઘૂટું રોડ પરથી પસાર થતા બાઈક સાથે ટ્રક અથડાયો હતો જે અકસ્માતમાં બાઈક સવાર આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું તો અકસ્માત બાદ ટ્રક મૂકી ટ્રકચાલક નાસી ગયો હતો

મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા નાગરાજભાઈ ઉમાચેડીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ટ્રક જીજે ૦૩ એટી ૩૮૫૯ ના ચાલકે ટ્રક પુરઝડપે ચલાવીને ઘૂટું રોડ પરથી પસાર થતા ફરિયાદીના બનેવી મંજુનાથ બસપ્પાભાઈ અક્કી (ઉ.વ.૪૪) ના બાઈક જીજે ૧૮ એએન ૦૭૩૪ ને પાછળથી અડફેટે લીધું હતું જેથી બાઈકસવાર આધેડ પડી જતા ટ્રક ડમ્પરના ટાયરમાં આવી જતા મંજુનાથ અક્કી નામના આધેડને ગંભીર ઇજા થતા મોત થયું હતું

 

તો અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી ફરાર ટ્રક ચાલક ને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat