Billboard ad 1150*250 Billboard ad 1150*250

ખેતરના શેઢામાં થાંભલા ખોડવા બાબતે ધારિયા વડે આધેડ પર હુમલો

ટંકારા તાલુકાના વાછકપર ગામે ખેતરમાં તાર ફેન્સીંગ લાગવવા બાબતે બોલાચાલી બાદ મારમારી થઇ હતી જે બાબતે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપસ હાથ ઘરી છે.

ટંકારાના વાછકપર ગામે રહેતા રાજેશભાઈ ઉર્ફે પોલો કરશનભાઈ સાકરિયા(ઉ.૪૯) અને રણમલભાઈ લાધાભાઈ ડોડીયાનું વાછકપર ગામની સીમમાં બાજુબાજુમાં ખેત્તર આવેલ હોય અને રણમલભાઈએ તાર ફેન્સીગ કરવા માટે રાજેશભાઈના શેઢામાં થાંભલા ખોડેલ હોય જે થાંભલા કાઢી લેવાનું રાજેશભાઈએ કહેતા રણમલભાઈને સારું ન લગતા રાજેશભાઈ સાંજના સમયે વાડીએ થી જતા હોય દરમિયાન રણમલભાઈએ રસ્તામાં તેના હાથમાં ધરિયારાખીને મારવા જતા સાહેદ જયદીપભાઈએ વચ્ચે પાડીને ઘારીયાનો ઘા કરતા રોકી જેથી રણમલભાઈએ રાજેશભાઈને ખાંભાના ભાગે એક લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાબતે રાજેશભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે.તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat