Billboard ad 1150*250

ગઢડાનો માનસિક અસ્થિર યુવાન ગુમ થયો, મોરબીમાં પરિવારની શોધખોળ

0 100
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        બોટાદ જીલ્લાના ગઢડા (સ્વામી) તાલુકાના પીપરડી ગામના રહેવાસી ભાવેશભાઈ રવજીભાઈ દેસાઈ (ઉ.વ.૩૫) નામનો યુવાન ૨ દિવસ પહેલા ઘરેથી કોઈને કહ્યાં વગર નીકળી ગયા હતાં. આજે ત્રીજા દિવસે પણ પરત ફર્યા નથી.

જાણવા મળતી માહિતી અનુસાર ભાવેશભાઈ રવજીભાઈ દેસાઈ માનસિક રીતે અસ્થિર છે. ભાવેશભાઈના પરિવારજનોને મોરબી હોવાના સમાચાર મળતાં તેઓ મોરબીમાં તપાસ કરવા માટે દોડી આવ્યા છે. જો કે હજુ સુધી ભાવેશભાઈનો કોઈ પત્તો લાગ્યો નથી. જેને લઈને પરિવારજનો પણ ચિંતામાં છે. પરિવારજનોએ વિનંતી કરી છે કે જો કોઈને ભાવેશભાઈ રવજીભાઈ દેસાઈની ભાળ મળે તો રવજીભાઈને 94298 44681 નંબર પર અથવા 93161 26594 નંબર પર સંપર્ક કરવો. હાલ તો ભાવેશભાઈના પરિવારજનો મોરબીમાં શોધખોળ કરી રહ્યાં છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat