મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યએ પુત્રીના જન્મદિને ૧૦૦ બાળાઓને ફિલ્મ બતાવી

વિકાસ વિદ્યાલયની બાળાઓએ જીરાસિક વર્લ્ડ મુવી સાથે નાસ્તાની મજા માણી

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્ય મનીષભાઈ રાજની દીકરીના બીજા જન્મદિવસની પ્રેરણાત્મક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આપવાનો આનંદ કાર્યક્રમ હેઠળ વિકાસ વિદ્યાલયની ૧૦૦ બાળાઓને ફિલ્મ બતાવવામાં આવી હતી. આ સાથે બાળાઓને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો.

યંગ ઇન્ડિયા ગ્રૂપની પરંપરા મુજબ જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે આપવાના આનંદ કાર્યક્રમ હેઠળ યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્ય મનીષભાઈ રાજની સુપુત્રીના જન્મદિવસ નિમિતે સ્કાય મોલમાં આવેલ સ્કાય મલ્ટિપ્લેક્સ સિનેમામાં વિકાસ વિદ્યાલયની ૧૦૦ જેટલી બાળાઓને જીરાસિક વર્લ્ડ મુવી બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે દેવેન રબારીએ જણાવ્યું કે સમાજના આર્થિક અને સામાજિક રીતે વંચિત પરિવારોના બાળકોને આપવાનો આનંદ કાર્યક્રમ હેઠળ જન્મદિવસની ઉજવણીમાં હોટેલમાં જમાડવામાં આવે છે. ત્યારે આ વખતે બધાએ મળીને નવતર પ્રયોગ કર્યો છે. આ વખતે વિકાસ વિદ્યાલયની બાળાઓને મુવી બતાવીને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. તમામ બાળાઓએ આજે ખૂબ મજા માણી હતી.

Comments
Loading...
WhatsApp chat