મોરબીમાં સેવાભાવી સંસ્થાના સભ્યએ જરૂરિયાતમંદ બાળકોને નાસ્તો કરાવી જન્મદિવસ ઉજવ્યો

 

મોરબીમાં જન્મદિવસ પ્રસંગની સામાજિક જવાબદારી સાથે ઉજવણી કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જે ટ્રેન્ડને આગળ વધારતા અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના સભ્યએ જન્મદિવસ નિમિતે ગરીબ બાળકોને નાસ્તો કરાવ્યો હતો

અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદને મદદ કરવી, બાળકોને આનંદિત કરવા તથા વૃદ્ધાશ્રમ-દિવ્યાંગોને ભોજન કરાવી આશિર્વાદ મેળવી જન્મદિવસ ઉજવવામાં આવતા હોય છે ત્યારે ગ્રુપના સભ્ય દયાબેન મકવાણાનો જન્મદિવસ પ્રસંગ હોવાથી મોરબીના અગ્નેશ્વર મહાદેવ, મયુર પુલ નીચે તથા અલગ-અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને પફનો નાસ્તો કરાવી જન્મદિવસ ઉજવ્યો હતો

આ તકે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, પ્રભાબેન મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને નાસ્તો કરાવ્યો હતો

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat