

મોરબી એસઓજી ટીમે આજે લાયસન્સ વિના સિક્યુરીટી એજન્સી ચલાવતા ઈસમને ઝડપી લઈને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકાના રંગપર ગામના સ્મશાન પાસેના એલ.વી. ગ્રેનાઈટો નામના કારખાનામાં આરોપી સુગ્રીવ રામાશીષ દુબે (ઉ.વ.૫૩) રહે. મૂળ શાહપુર યુપી હાલ પાવરીયારી કેનાલ પાસે શાપર તા. મોરબી વાળો પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતો હોય જેનું લાયસન્સ ના હોવા છતાં કારખાનામાં પ્રાઈવેટ સિક્યુરીટી ગાર્ડ પુરા પાડી એજન્સી ચલાવતો હોય જેને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે