Billboard ad 1150*250

હળવદ નજીક કારમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્શને ઝડપી લેવાયો

0 277
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કારમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો છે

        એલસીબી ટીમના હિતેન્દ્રસિંહ ચુડાસમા, નંદલાલ વરમોરા સહિતની ટીમે બાતમીને આધારે હળવદના રાણેકપર રોડ પરથી પસાર થતી મારૂતિ બ્રેઝા કાર નં જીજે ૩૬ એલ ૨૫૭૭ ને આંતરી તલાશી લેતા વિવિધ બ્રાંડની ૨૬ નંગ દારૂની બોટલ કીમત રૂ ૩૫,૨૨૫ અને કાર કીમત રૂ ૬ લાખ સહીત કુલ ૬,૩૫,૨૨૫ ના મુદામાલ સાથે આરોપી જયેશ વિઠ્ઠલ મકવાણા રહે હાલ રાણેકપર રોડ  હળવદ વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat