મોરબીમાં બાઈકમાં દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો

 

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મકનસર નજીક મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી યતીશભાઈ બાબુભાઈ મુછડીયા રૂપિયા ૩૦,૦૦૦ની કિંમતના બાઈક નંબર GJ-36-AG-17 પર નીકળતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી.જેમાં આરોપી યતિશ પાસેથી રૂપિયા ૭૫૦ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી બાઈક તેમજ દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા ૩૦,૭૫૦નો મુદામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat