



વાંકાનેર માં ધાર્મિક ઉત્સાહ સાથે ઠેર ઠેર ગણપતી ની સ્થાપના થઇ છે ત્યારે વાંકાનેર ગાયત્રી મંદિર રોડ પર આવેલા વૃદ્ધાશ્રમ પાસે પણ આ વર્ષે પ્રથમ વખત વંદે માતરમ ગ્રુપ દ્વારા તલાવડી કા રાજા ની સ્થાપના કરવામાં આવી છે. તલાવડી કા રાજા ના આયોજક મનીષભાઈ શુકલ(મંત્રી) એ જણાવ્યું હતું કે અહીં રોજ રાત્રે ૮ કલાકે મહાઆરતી કરવામાં આવે છે અને આરતી બાદ વિવિધ સાંકૃતિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવે છે.તેમજ રોજ બહોળી સંખ્યામાં અહીં ના લતાવાસિયો તલાવડી કા રાજા ના દર્શન નો લહાવોલે છે

