રાસાયણિક ખાતરના વેચાણ સંબંધિત સુચના અંગે ખેતી નિયામકની યાદી

   

             મોરબી જિલ્લાના તમામ રાસાયણીક ખાતર વિક્રેતાઓને સુચના આપવામાં આવે છે કે પોતાની પેઢીના લાઈસન્સ સમયસર રીન્યુ કરાવી લેવા તેમજ રાસાયણીક ખાતર નુ વિતરણ “O” ફોર્મનો ઉમેરો કર્યા જ કરવુ તેમજ ખેડૂતના આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટ ફરજીયાત મેળવી POS ( Point Of Sale ) મશીન દ્વારા જ સબસીડાઈઝ ખાતરનું વિતરણ કરવું.

 

રાસાયણીક ખાતરના વેચાણમાં વધુમાં વધુ ખેડુતોને લાભ મળે તે મુજબની વિતરણ વ્યવસ્થા ગોઠવવી કોઇ પણ વિક્રેતાએ ખાતરની બેગ પર છાપેલ કિંમત કરતા વધારે કિંમતે રાસાયણીક ખાતરનું વિતરણ કરવુ નહીં. વધુમા જણાવવાનું કે યુરીયા, ડી.એ.પી. જેવા રાસાયણીક ખાતરના વેચાણ સાથે બીજી કોઇ પણ પ્રકારની ખેત સામગ્રીની ફરજીયાત પણે ખરીદી કરવાનો ખેડુતોને અનુરોધ કરવો નહીં કે ફરજ પાડવી નહીં. FCO-1985 ની જોગવાઇ મુજબ સ્ટોક રજિસ્ટર, ડીસપ્લે બોર્ડ તથા બિલ બુક નિયત નમુનામાં અધતન પ્રકારે નિભાવવાની રહેશે.

 

સરકાર દ્વારા માન્ય કંપનીના જ રાસાયણીક ખાતર વેચાણ કરવા તેમજ સોઇલ કન્ડીશનર ને રાસાયણીક ખાતર તરીકે વેચાણ કરવુ નહીં. રાસાયણીક ખાતર વેચાણ બાબતે કોઇ પણ પ્રકારની અનીયમીતતા માલુમ પડશે  અથવા ધ્યાન પર આવશે તો તેમની પેઢીનું રાસાયણીક ખાતર વેચાણ લાઈસન્સ તાત્કાલીક અસરથી રદ કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવા નાયબ ખેતી નિયામક(વિ.)મોરબી એસ.એ. સીણોજીયા ની યાદી જણાવાયુ છે.

 

 

Comments
Loading...
WhatsApp chat