મોરબીના ગૌરવપથ સમાન ઉમિયા સર્કલથી રોડની સાઈડમાં રેતીના થર જોવા મળે

મોરબીના ગૌરવપથ સમાન મુખ્ય માર્ગ એવા ઉમિયા સર્કલથી શનાળા બાયપાસ જવાના રસ્તે રોડની સાઈડમાં રેતી પથરાયેલી જોવા મળે છે જેથી વાહનચાલકો પરેશાન થાય છે અને સફાઈ કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે
મોરબીના ઉમિયા સર્કલથી લઈને સમય ગેટ સુધી જતા રોડ પર રોડની સાઈડમાં રેતી કાયમી જોવા મળે છે શહેરના ગૌરવપથ સમાન રોડ પર સાઈડમાં રેતી હોવાથી ટૂ વ્હીલર વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવે છે બાઈક સ્લીપ થવાનો ભય રહે છે જેથી રોડ પર સફાઈ કામગીરી કેવી રીતે કરવામાં આવે છે તેવા સવાલો પણ જોવા મળે છે તો રોડની સાઈડમાં પાણી ભરાવવાનો પણ પ્રશ્ન જોવા મળે છે જે મામલે નીમ્ભર તંત્ર તાકીદે કામગીરી કરે તે જનતાના હિતમાં છે

Comments
Loading...
WhatsApp chat