Billboard ad 1150*250

” પ્લાસ્ટિક મુક્ત મોરબી” જનજાગૃતિ રેલીમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા, VIDEO

0 120
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દીકરા પ્રથમ અમૃતિયાની આગેવાની આજે શહેરના રવાપર રોડ ઉપર આવેલા બાપા સીતારામ ચોકથી “પ્લાસ્ટિક મુક્ત મોરબી” જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીની મોટાભાગની સેલ્ફ ફાયનાન્સ સ્કુલોના વિદ્યાર્થીઓ, સ્ટાફ તેમજ સંચાલકો મોટી સંખ્યામાં જોડાયા હતા. “પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કર્યું છે ત્યારે મોરબી માળીયાના માજી ધારાસભ્યના દીકરા પ્રથમ અમૃતિયાએ આ અભિયાન મોરબી શહેરમાં વધુ અસરકારક નીવડે અને લોકો સ્વંય જાગૃત થઈને પ્લાસ્ટિકનો વપરશ બંધ કરે તેવા હેતુસર જન જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું જેમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે તેમજ મોરબીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નારા લગાવ્યા હતા જેથી કરીને પલ્સ્તિક મુક્ત મોરબીના નારાથી શહેરના માર્ગો ગુંજી ઉઠયા હતા

Post ad 2

શહેરના નહેરુ ગેટ ચોકમાં વિદ્યાર્થીઓની સભાને સંબોધતા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોને પ્લાસ્ટીકનો ઉદ્યોગ ટાળવા માટે અનુરોધ કર્યો હતો જો કે, તેના દીકરા પ્રથમે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, આગામી દિવસોમાં જો પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ નહી કરવામાં આવે તો તેના માઠા પરિણામો આવે તેવી શક્યતા છે જેથી જમીનના રક્ષણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવામાં આવે તે જરૂરી નહિ પરંતુ અનિવાર્ય છે

આ તકે જીલ્લા ભાજપ મહામંત્રી હિરેનભાઈ પારેખ, જયોતીસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, કે.એસ.અમૃતિયા, ગોપાલભાઈ સરડવા, અનિલભાઈ મહેતા, જયરાજસિંહ જાડેજા, ભરતભાઈ જારીયા, ભાવેશભાઈ કણઝારીયા, મહેશભાઈ સિંધવ, હસુભાઈ સોરીયા, બચુભા રાણા, મેઘરાજસિંહ ઝાલા, અનોપસિંહ જાડેજા, પ્રફુલ્લભાઈ સોની, જ્યોત્સનાબેન અમૃતિયા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને રેલીને સફળ બનાવવા માટે યુવા ભાજપની ટીમે અને શાળા સંચાલક મંડળના હોદેદારો સહિતનાએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન શાસ્ત્રીજી હસુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat