

ભારતએ તહેવારોને દેશ ગણવામાં આવે છે અને હાલમાં સાતમ આઠમનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કૃષ્ણ ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સૌકોઈને મનોરજન પ્રુરુ પડવા માટે અવનવી રાઈડો ગોઠવામાં આવી છે.
મોરબીવાસીને મનોરંજન પૂરું પાડવા ક્રિષ્ના ઉત્સવ મેળો શરુ થઇ ચુક્યો છે અને આજે બીજા દિવસે મોટી સંખ્યામાં મોરબીવાસીઓ મેળામાં આવી રહ્યા છે. કંડલા બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત આ લોકમેળો ગઈકાલથી તા. ૯ સુધી ચાલશે. મેળામાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ક્રિષ્ના ઉત્સવ મેળામાં કુલ ૫૦ થી વધુ ખાણીપીણી અને અન્ય ચીજવસ્તુઓના સ્ટોલ્સ છે. સાથે ૧૧ જેવી આકર્ષક રાઈડ્સ પણ ઉપલબ્ધ છે.
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકોની સુરક્ષા અર્થે આ રાઈડ્સની ફિટનેસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ઉપરાંત મેળામાં ફ્રી વાઇફાઇની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. મેળામા ૧૦ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે એક કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આ કન્ટ્રોલ રૂમમાંથી આખા મેળા પર કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવશે. તેમજ હાઇવે પર ૧૦ જેટલા સિક્યુરિટી ગાર્ડ તૈનાત રાખવામાં આવ્યા છે તેમજ મેળાની અંદરની સુરક્ષા વ્યવસ્થા માટે ૩૦ થી વધુ યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્વયંમ સેવકો ખડેપગે રહેશે. મેળામાં ફાયરબ્રિગેડને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. આ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે અહીં આવતા લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેની વિશેષ તકેદારી રાખવામાં આવી છે;યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંચાલિત ક્રિષ્ના ઉત્સવ મેળામાં તમામ લોકો મનોરંજન મળી શકે તે માટે દર વર્ષની જેમ મેળામાં તમામ લોકો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે