


હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં સિક્યુરીટી ગાર્ડ જેવી સુરક્ષાના અભાવે લુખ્ખા તત્વોને મોકળું મેદાન મળી જાય છે ગઈકાલે મોરબીના લગ્નપ્રસંગમાં આવેલા એક માર્કેટિંગ મેનેજરની ગાડીના કાચ ફોડી લેપટોપ ઉઠાંતરીની ફરિયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.
બનાવની મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરના રહેવાસી રામજીભાઈ મોહનભાઈ હિન્સુંએ ફરિયાદ નોંધાવી છે કે શહેરના શનાળા રોડ પરના વૃંદાવન પાર્ક પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રંસગ હોય જેથી તે પત્ની સાથે આવ્યા હતા અને તેની વેગન આર કાર નં જીજે ૦૩ સીએ ૯૫૭૧ પાર્કિંગમાં રાખેલી હોય જે કારના કાચ ફોડી અજાણ્યા ઈસમો તેની કંપનીનું લેપટોપ કીમત ૩૦,૦૦૦ ચોરી કરી નાસી ગયા છે.
લેપટોપમાં કંપનીનો મહત્વનો ડેટા હોય તેવી માહિતી પણ પ્રાપ્ત થઇ છે. તો મોરબી શહેરમાં આધેધડ પાર્ટી પ્લોટો ખોલી દેવામાં આવ્યા છે પરંતુ મોટાભાગના પાર્ટી પ્લોટમાં સુરક્ષાના નામે મીંડું છે જ્યાં સિક્યુરીટી ગાર્ડ પણ જોવા મળતા નથી ત્યારે આવારા તત્વોને પાર્કિંગ કારમાંથી ઉઠાંતરી કરવાનો સોનેરી અવસર મળી રહેતો હોય છે

