લગ્ન કરાવી આપવાની લાલચે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

બોયફ્રેન્ડે જ યુવતીને મોકલી હોવાનો ખુલાસો

મોરબીના વિસીપરા નજીકની ૨૪ વર્ષની યુવતીએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કિશોર માધવ ધોળકિયા રહે. ધ્રોલ નામના શખ્શે તેની મરજી વિરુદ્ધ જુદી જુદી જગ્યાએ લઇ જઈને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેમજ આ બનાવમાં તેના મિત્રો મુનો અને રવિ જે મીરાનો બોયફ્રેન્ડ છે એ બંનેએ પણ આરોપીને મદદગારી કરી આં બાબતે ગુન્હો આચર્યો હોવાનું ભોગ બનનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે. બનાવ સંદર્ભ તપાસ ચલાવતા પોલીસ અધિકારી આર.જે.મલેક પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભોગ બનનાર યુવતીના લગ્ન થતા ના હોવાથી તેના બોયફ્રેન્ડ અશ્વિને તેને કિશોર ધોળકિયા નામના તાંત્રિકને ઓળખતો હોય, તેની પાસે મોકલી હતી જ્યાં લગ્ન કરાવી આપવાની લાલચે આરોપીએ યુવતીનું સર્વસ્વ લૂંટ્યું હતું. જામનગર નજીકના ગામમાં લઇ જઈને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. બી ડીવીઝન પોલીસે યુવતીની ફરિયાદને આધારે દુષ્કર્મ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat