Billboard ad 1150*250 Billboard ad 1150*250

દીકરીની છેડતી મામલે ઠપકો આપનાર પિતા પર છરીથી હુમલો

હળવદ તાલુકાના સુરવદર ગામે પુત્રીની છેડતી કરનાર શખ્સોને ઠપકો આપનાર પટેલ આધેડની બે શખ્સો દ્વારા છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.ધટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામેં રહેતા અશોકભાઈ ત્રિભોવનભાઈ સુરાણી (ઉ.૪૭) નામના પટેલ આધેડ પર ગામમાં જ રહેતા પિતા-પુત્રે છરીથી હુમલો કરતા અશોકભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.સુત્રો માંથી મળતી માહિતી મુજબ ત્રણેક દિવસ પૂર્વે મૃતક અશોકભાઈની પુત્રીની છેડતી કરી હોય બાબતે અશોકભાઈએ ઠપકો આપતા જેનો ખાર રાખી કરાયેલા હુમલામાં અશોકભાઈનું સારવારમાં મોત થયું હતું.પોલીસે પી.એમ સહિતની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat