


મોરબીના ટીંબડી પાટીયા પાસે રહેતા અને મોરબી એસ.ટી.માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સલીમભાઈ ઈસ્માઈલભાઈ ચૈહાણ (ઉ.૫૨)ગત બપોરના સમયે તે મોરબી-કવાંટ રૂટની બસ લઈને આવતા હતા ત્યારે મોરબીના સુપર ટોકીઝ પાસે બસ પહોચી તે સમયે તેને બસમાં આગળ ઉભેલા અશોક કમલેશભાઈ દેવીપુજક રહે-કુળદેવી પાન,સામાકાંઠે,ને પાછળ જઈને સાઈડમાં ઉભું રહેવાનું કહેતા અશોકે સલીમભાઈ સાથે બોલાચાલી કરતા ફરીએ બસ ઉભી રાખીને નીચે ઉતરતા આરોપી અશોકએ સલીમભાઈને ભૂંડી ગાળો આપીને અને અન્ય એક અજાણ્યો વ્યક્તિ આવીને ફરીને ઢીકાપાટુંનો માર મારી લોખંડના પાઈપથી માથામાં મારી તથા આરોપી અશોકએ છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે એસ.ટી.બસના ડ્રાઈવર સલીમભાઇએ અશોક અને અન્ય એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.આ મામલે મોરબી.એ.ડીવીઝન પોલીસે ગુનો નોંધવી વધુ તપાસ હાથ છે.