મોરબીમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિતે જ્ઞાન સાથે ગમ્મત પ્રશ્નોતરી સ્પર્ધા યોજાશે  

 

 

11- મે “રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ” એટલે “આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી નો યુગ”  વેકેશન સ્પેશ્યલ  જ્ઞાન સાથે ગમ્મત પ્રશ્નોતરી સ્પર્ધા માં ભાગ લેવાં આમંત્રણ પાઠવ્યું છે    

તા.11 –  મે – 1998 ના રોજ  ભારત સરકાર  દ્વારાં પોખરણ રાજસ્થાનખાતે “શક્તિ-1”  ન્યુક્લિયર મિસાઇલ નું  સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ ત્યાર થી આ દિવસ ને ભારત સરકાર દ્વારાં “નેશનલ ટેકનોલોજી દિવસ ” તરીકે ઉજવવામાં આવે છે.

        જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે ટેક્નોલોજી એટલે, માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે કંઇ પણ ચીજ વસ્તુઓ નું નિર્માણ કર્યું છે તેનો સમાવેશ ટેક્નોલોજી માં કરી શકાય. અહિં આપણો હેતુ ઉત્પાદનની એવી પધ્ધતિઓ સાથે છે જેમાં આપણી આસપાસ જે કંઇપણ વસ્તુઓ જોવા મળે છે તે વસ્તુઓનું નિર્માણ ટેક્નોલોજી દ્વારા થયું હોય છે. પ્રવર્તમાન સમયમાં રોજે-રોજ નવી-નવી વૈજ્ઞાનિક શોધખોળો થઈ રહી છે. બજારમાં રોજે-રોજ નવા નવા મોડલનાં ટી.વી., ફ્રિજ, એ.સી., મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, મોટર સાઇકલ, ગાડી વગેરે ઠલવાઇ રહ્યાં છે. આ બધી વસ્તુઓથી જેમ બજાર ભરેલું પડ્યું છે તેમ, આપણું ઘર પણ આમાંની ઘણી ચીજવસ્તુઓથી ભરાઇ ગયું છે. એટલા માટે જ, આધુનિક યુગને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે.

આજે દરેક વ્યક્તિ એક એવું ઘર ઇચ્છે છે જેમાં વર્તમાન સમયની તમામ ભૌતિક ચીજ વસ્તુઓની સગવડ હોય. ટી.વી., ફ્રિજ, એ.સી., મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, વોશિંગ-મશીન વગેરે જેવાં ભૌતિક સુખ સગવડનાં સાધનો આપણી જરૂરિયાત બની ગઈ છે  જેની હવે આપણ ને આદત પડી ગઈ છે.

     આ પ્રશ્નોતરી સ્પર્ધા ઘરબેઠાં વિડીયો બનાવી ભાગ લઈ શકો છો. “વેકેશન સ્પેશ્યલ જ્ઞાન સાથે ગમ્મત ” આ સ્પર્ધા માં  દરેક ને પ્રમાણપત્ર તથા કેટેગરી મુજબ શ્રેષ્ઠ સ્પર્ધકો ને સિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

કેટેગરી-1 (ધો-1,2,3,4)

કે-1 પ્રશ્ન:-આપણે  રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ  ઉજવીએ છીએ ત્યારે “પાણી બચાવો – દેશ બચાવો” અભિયાન તમે  કઈ કઈ  રીત (ટેકનીક) થી સાર્થક કરશો? તમારાં ઘર માં હાલ ક્યાં ક્યાં  વૈજ્ઞાનિક ઉપકરણો નો ઉપયોગ કરો છો .

કેટેગરી-2 (ધો-5,6,7,8)

કે-2 -પ્રશ્ન-  આપણે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવીએ છીએ ત્યારે  ” વિજળી બચાવો ” અભિયાન તમે કઈ કઈ  રીતથી પુરવાર કરશો ?  આધુનિક ટેકનોલોજી નાં ફાયદા જણાવો.

કેટેગરી-3 (ધો-9,10,11,12)

કે-3 – પ્રશ્ન – આપણે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવીએ છીએ ત્યારે  ” .હવા નાં પ્રદુષણ નિયંત્રણ માટે  તમે કઈ કઈ રીત અપનાવશો.? વિજ્ઞાન અને ટેકનોલોજી થી આપણું જીવન કેવી રીતે બદલાઈ ગયું છે ?

કેટેગરી-4 (કોલેજ નાં વિધાર્થીઑ,શિક્ષકમિત્રો તથા વાલીઓ )

કે-4 પ્રશ્ન  આપણે  રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવીએ છીએ  ત્યારે  ” જળ વિજળી અને વાયુ પ્રદુષણ નિયંત્રણ માટે  આપ કેવાં કેવાં  આઈડીયા અપનાવશો ? આધુનિક ટેકનોલોજી કઈ રીતે વરદાન કે અભિશાપ છે.

     આપનાં જવાબ નો વિડીયો તા.:- 11 / 5 / 2022 રાત્રે 9=00 સુધી માં નીચે આપેલ કોઈપણ એક વોટ્સપ નંબર પર મોકલી આપો

એલ.એમ.ભટ્ટ 98249 12230 / 87801 27202

દિપેનભાઈ ભટ્ટ  97279 86386

 

Comments
Loading...
WhatsApp chat