

મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા પોલીસ અને પાલિકાની ટીમે સંયુક્ત રીતે કામગીરી શરુ કરી હોય જેમાં આજે શહેરના મુખ્યમાર્ગો પરના પાર્કિંગના દબાણો અંગે સર્વે કરવામાં આવ્યો હતો તેમજ આગામી દિવસોમાં તમામ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવશે
મોરબી શહેરના મુખ્ય વિસ્તાર એવા શનાળા રોડ પરના સુપરમાર્કેટ, સરદાર બાગ નજીક તેમજ શનાળા રોડ પરના વિવિધ કોમર્શીયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દુર કરવા જીલ્લા કલેકટર આર.જે. માંકડિયા, એસપી ડો. કરનરાજ વાઘેલા, અધિક કલેકટર કેતનભાઈ જોષી, પાલિકા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતની ટીમે શનાળા રોડ પરના વિસ્તારોમાં આજે સર્વે કર્યો હતો જેમાં સુપરમાર્કેટના પાર્કિંગમાં આધેધડ પાર્કિંગ કરેલા વાહનો સામે લાલ આંખ કરીને અડચણરૂપ વાહનો મામલે ઘટનાસ્થળે દંડ વસુલ કરવામાં આવ્યો હતો
પાર્કિંગના દબાણો હટાવવા જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા પોલીસ અને પાલિકાની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે જેથી ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ મોરબીવાસીઓએ તંત્રની આ કામગીરીને બિરદાવી હતી અને ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પોલીસ તેમજ તંત્ર જે કામગીરી કરી રહ્યું છે જેથી આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યાથી નાગીર્કોને મુક્તિ મળશે તેવી આશ પણ બંધાઈ છે