



ક્રીશ“કન્સલ્ટનસી – 5s સેન્ટર” છેલ્લા દસ વર્ષથી HR & Training ક્ષેત્રમાં કાર્યરત છે સૌરાષ્ટ્રની ઇન્ડસ્ટ્રીઅને ઉદ્યોગોમાં 5s કે જે એક જાપાનીઝ મેથોડોલોજી છે તેને અમલમાં મુકવા માટે સંસ્થા કાર્યરત છે તેમજ વર્ષ ૨૦૨૦ સુધીમાં ૧૦૦ ઉદ્યોગોમાં 5sનોઅમલ કરાવવો 5sપધ્ધતિ સમજવી ખુબ જ સરળ છે અને તેનો અમલ કરવાથી કાર્યસ્થળ પર વ્યવસ્થા સુચારૂ રૂપે ચલાવી શકાય છે જે માર્ગદર્શન આપવા માટે મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝને માટે માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો
ઇન હાઉસ ઇન કોર્પોરેશનના સહયોગથી આયોજિત સેમીનારનો લાભ ૪૦ થી વધુ ઉદ્યોગપતિઓએ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા અજીતભાઈ નથવાણી, જીગર ગાંધી , રક્ષિતા અને અનેરીએ જેહમત ઉઠાવી હતી .દરેક વ્યક્તિને માહિતગાર કરવા માટે દર બે મહીને આ પ્રકારના જાહેર કાર્યક્રમ કરીને લોકો ને કાર્યસ્થળ વધુ વ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવામાં સંસ્થા મદદરૂ બને છે
5s કોઈ પણ કાર્યસ્થળને વ્યવસ્થિત કરવાનું એવું સાધન છે જેનાથી સમય, જગ્યા અને પૈસા નો બચાવ કરી શકાય છે. જો વધુલોકો તેનો ઉપયોગ કરે તો વધુ બીઝનેસ વિશ્વકક્ષાએ પહોચી શકે. આજનોસમય ટેકનોલોજીનીસાથે સીસ્ટમનો અમલ કરવાનો છે. વર્ક કલ્ચર વધુ હકારાત્મક બનાવવા માટે 5s ખુબ જ ઉપયોગી સાધન છે અને અમે તેના અમલ માટે ટ્રેનીગ આપવામાં આવે છે જે ઉદ્યોગોના વિકાસમાં ઉપયોગી બનશે તેમ ક્રીશ કન્સલટન્સી રાજકોટના ડીરેક્ટર વૈશાલીબેન પારેખે જણાવ્યું છે



