

રાજય સરકારના સપ્ટેમ્બર મહિનોઃ રાજયભરમાં પોષણ માસની ઉજવણીના ભાગરૂપે આજે મોરબી ખાતે સવારે આંગણવાડી કેન્દ્ર વજેપર ખાતેથી પોષણ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં ડી.આર.ડી.એ. વિભાગના સહયોગથી તમામ મહિલા કર્મચારી (શિક્ષકો, વિદ્યાર્થીઓ, મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર-તેડાગર, આશાવર્કર) વગેરેએ ભાગ લઇ મોરબી શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઠવામાં આવી હતી. જે રેલીમાં બેનરો અને સુત્રો દ્વારા જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા



