Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : સિંચાઈ કૌભાંડની તપાસ એસીબી ટીમને સોંપવામાં આવ્યા બાદ ઓચિંતી પરત લઇ લેવાઈ

મોરબી જિલ્લામાં ખુબ ગાજેલા સિંચાઈ કૌભાંડ મામલે ગાંધીનગરથી તપાસ ટીમોના ધાડા ઉતારી દઈને કરોડોના ભ્રસ્ટાચારની તપાસ ચલાવવામાં આવી હતી તો વળી સિંચાઈ કામોમાં ગેરરીતિ સાબીત થતા પૂર્વ મદદનીશ ઈજનેર સહીત અત્યાર સુધીમાં કુલ ચારની અટકાયત કરવામાં આવી છે તેમજ તપાસ એસીબી ટીમને સોંપવામાં આવી હતી જોકે સૌના આશ્ચર્ય વચ્ચે તપાસ ઓચિંતી પરત લઇ લેવામાં આવી છે

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ કુલ 334 કામો કરવામાં આવ્યા હોય જેમાં ગેરરીતિની વ્યાપક ફરિયાદ બાદ છેક સીએમ સુધી વાત પહોંચી હતી અને તાકીદની અસરથી ટીમોને મેદાનમાં ઉતારી દેવાઈ હતી અને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય જેની સિંચાઈ વિભાગની ટીમોએ તપાસ ચલાવી હતી અને કૌભાંડી અધિકારીઓ સહિતના ચારણી અટકાયત કરવામાં આવી હતી

તો અગાઉ 46 થી વધુ કામોમાં ગેરરીતિ બાદ વધુ ચાર ટીમો સિંચાઈ વિભાગની તપાસમાં ઉતરી હતી અને એ ડિવિઝન પોલીસે ચાર આરોપીની અટકાયત કરી હતી અને કૌભાંડની તાપસ ચલાવતી હોય જોકે એ ડિવિઝન ટિમ પાસેથી તપાસ આંચકી લઈને રાજકોટ એસીબીને સોંપવામાં આવી હતી જોકે એસીબી ટીમ સઘન તપાસ ચલાવીકૌભાંડી ઓને ખુલ્લા પાડે તે પૂર્વે જ એસીબી પાસેથી તપાસ પરત લઈને એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવી છે તો આ મામલે એ ડિવિઝન પીઆઈ આર જે ચૌધરી સાથે વાતચીત કરતા તપાસ એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હોવાનું જણાવ્યું હતું

કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ ?

મોરબી એ ડિવિઝન પોલીસમાં સમગ્ર કૌભાંડ મામલે ફરિયાદ બાદ એ ડિવિઝન પોલીસે તપાસ ચલાવી હતી અને સઘન તપાસ ઉપરાંત આરોપીઓની સમયસર ધરપકડ પણ કરી લેવામાં આવી હતી છતાં તપાસ એસીબીને સોંપવામાં આવી હતી ત્યારે કૌભાંડીઓને જેલભેગા કરવા સરકારે આવકારદાયક નિર્ણય કર્યો હોય તેવું લોકોને લાગ્યું હતું પરંતુ એસીબી તપાસ આદરે અને કૌભાંડીઓ બેનકાબ થાય તે પૂર્વે જ તપાસ પરત લઈને પોલીસને સોંપવાથી સરકારની કામગીરી સામે પણ સવાલો ઉપસ્થિત થયા છે અને કૌભાંડીઓને છાવરવાનો પ્રાયસ થતો હોય તેવી લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે

Comments
Loading...
WhatsApp chat