



મોરબી જીલ્લામાં વિવિધ ફેક્ટરી તેમજ રોડ સહિતના કન્ટ્રકશન કામમાં બાળ મજુરો માટે મજુરી કરાવવામાં આવતી હોય છે ત્યારે જીલ્લા સમાજ સુરક્ષા અને બાળ સમાજ સુરક્ષા એકમે હળવદ નજીકથી બે બાળ મજુરોને મુક્ત કરાવ્યા હતા
હળવદના માલણીયાદ ગામ નજીક રોડ બનાવવાનું કામ ચાલતું હોય જેમાં બે બાળ મજુરો પાસે નિયમ વિરુદ્ધ મજુરી કરાવવામાં આવતી હોય જે માહિતીને પગલે જીલ્લા બાળ સુરક્ષા એકમ, જીલ્લા સમાજ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણા, ખ્યાતીબેન, ભરતભાઈ તેમજ લેબર ડીપાર્ટમેન્ટના અધિકાર્રી કૃણાલ શાહ સહિતની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરતા રોડના કામમાં મંજુરી કરતા બે બાળકો મળી આવ્યા હતા
જે બંને બાળ મજુરોને મુક્ત કરાવીને હાલ રાજકોટ સ્પેશ્યલ હોમમાં મોકલી દેવામાં આવ્યા છે બંને બાળકોની ઉમર ૧૫ વર્ષ જેટલી હોવાની માહિતી બાળ સુરક્ષા એકમ પાસેથી પ્રાપ્ત થઇ છે તો બાળ મજુરીનું દુષણ યથાવત જોવા મળી રહ્યું છે જેની સામે તંત્ર કાર્યવાહી કરીને બાળ મજુરી રોકવા પ્રયાસો કરી રહ્યું છે



