


દસ દિવસ ચાલતા દશામાના વ્રતનો છેલ્લો દિવસ હોય ત્યારે શહેરમાં આવેલ દશામાના મંદિર ખાતે ભાવિક ભકતોનો ઘોડાપુર ઉમટયું પડયું હતું. દશામાના વ્રત નિમિતે દસ દિવસ વ્રત દરમિયાન વિનોબા ગ્રાઉન્ડ ખાતે હળવદ દ્વારકાધીશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય લોકમેળાનું આયોજન કરાયું હતું.
લોકમેળોનો છેલ્લો દિવસ હોય આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. લોકમેળામાં આવેલ વિવિધ રાઈડ્સોમાં ભારે ધસારો જાવા મળી રહ્યો છે. હળવદ તાલુકાના એકમાત્ર દશામાના મંદિરે ભકતો માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે શહેરના લીમડાવાળા દશામાના મંદિરે સોમવારના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં બહેનોની દશામાના દર્શન કરવા ભારે ભીડ જાવા મળી હતી.
છેલ્લા દિવસે દશામાના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં મહાઆરતી, રાત્રે જાગરણ નિમિતે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાય છે. આમ શહેરના ધ્રાંગધ્રા રોડ પર આવેલ દશામાના મંદિરે ભકતોની ભીડ સાથે ભકિતમય વાતાવરણ બન્યું છે. સમગ્ર મેળા દરમ્યાન હળવદ પીઆઈ એમ, આર, સોલંકી માગદૅશન નીચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,