



હળવદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિન નિમિત્તે વિશાળ મશાલ રેલી નું આયોજન કરાયું
આજરોજ હળવદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા 14 ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિન નિમિતે પૂર્વ સંધ્યા એ વીશાળ મશાલ રેલી નું આયોજન કરાયું હતુ જેમાં હળવદ નગર ના લોકો સ્વેચ્છાએ જોડાયા હતા મશાલ રેલી માં ભારત માતા કી જય , વંદે માતરમ , જહાં હુવે બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હે , કશ્મીર કી ગલિયા સુની હે પાકિસ્તાન ખૂની હે સહિત દેશ ભક્તિ ના નારા લગાવ્યા હતા … મશાલ રેલી બ્રાહ્મણ ની ભોજનશાળા ખાતે થી પ્રારંભ થઇ મુખ્ય બજાર માં થઈને શ્રી લક્ષ્મીનારાયણ ચોક થી દંન્તેશ્વર દરવાજા થઈ રેલવે સ્ટેશન રોડ થઈ અને બ્રાહ્મણ ની ભોજનશાળા ખાતે પહોંચી હતી
કાર્યક્રમ માં વિશ્વ હિંદુ પરિષદ ના જિલ્લા મંત્રી અનિલભાઈ રાવલ , બટુકભાઈ અઢિયા , ભાવેશભાઈ ઠક્કર મહેશભાઈ પંચાલે ખાસ માર્ગદર્શન પુરુ પાડયુ હતું અને કાર્યક્રમ ને સફળ બનાવવા સૌ કાર્યકર્તા મિત્રો એ ભારે જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમ થકી હળવદ શહેર દેશભક્તિ ના રંગ માં રંગાઈ ચૂક્યું હતું



