મોરબીના કુબેર સિનેમા નજીક ટ્રક-ડમ્પર વચ્ચે જોરદાર અથડામણ

મોરબી પંથકમાં અકસ્માતોની હારમાળા સર્જાતી હોય છે જેમાં વધુ એક અકસ્માત આજે સવારે સર્જાયો હતો જેમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી પરંતુ એક ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી.

મોરબી નજીક હાઈવે પર આવેલી કુબેર ટોકીઝ નજીક આજે સવારના સમયે ટ્રક નં જીજે ૧૨ એક્સ ૩૮૨૧ નંબરનો ટ્રક અને જીજે ૧૨ ઝેડ ૨૩૫૮ નંબરનું ડમ્પર અથડાયું હતું જે અકસ્માતમાં કોઈ જાનહાની ના થઇ હતી પરંતુ એક ડ્રાઈવરને ઈજા થતા તેણે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો તો વધતા જતા અકસ્માતોને રોકવા તંત્ર નક્કર પગલા ભરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી રહી છે.

Comments
Loading...
WhatsApp chat