ટંકારાના છતર ગામે હાઈસ્કુલ આકાર પામશે, વિદ્યાર્થીઓને ઘરઆંગણે માધ્યમિક શાળાનો લાભ

ટંકારા તાલુકાના છતર ગામે હાઈસ્કુલ બનાવવા કલેક્ટરે શિક્ષણ વિભાગને ગામડાની સરકારી ખરાબાની જમીન ફાળવતા શૈક્ષણિક તંત્રે જમીનનો કબજો સંભાળતા ટુંક સમયમા માધ્યમિક શાળાનુ મકાન આકાર પામશે જેથી, અત્યાર સુધી ગામડાના વિધાર્થીઓ સ્થાનિકે પ્રાથમિક શિક્ષણ મેળવી શકતા હતા.જે હવે હાઈસ્કુલ મળતા ધોરણ દસ સુધી પોતાના આંગણે જ છાત્રોને અભ્યાસ કરવાનો લાભ પ્રાપ્ત થશે.

૭ વર્ષ ના થયેલા મોરબી જીલ્લાનો ઔધોગિક વિકાસ ચોતરફ ફુલ્યો છે. બે’ક વર્ષ પૂર્વે વિકાસની ગાડીને પુરપાટ દોડાવવા માટે ટંકારા તાલુકા મથકે જી.આઇ.ડી.સી.સ્થાપવા માટે મિતાણા- છતર ગામ વચ્ચે જમીન ફાળવી હતી. અહિયા જીઆઈડીસી સ્થાપવાનુ કામ વેગ મા છે.ત્યારે ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા છતર ગામે શિક્ષણ વિભાગની માંગણીથી માધ્યમિક શાળા બાંધવા કલેકટર જે.બી.પટેલે માંગણી સ્વિકારી ગત તા. ૧૬ મી એપ્રિલે રાજકોટ મોરબી રાજય ધોરીમાર્ગ ઉપર હાઈવે કાંઠે આવેલી સરકારી ખરાબાની જમીન સ.નં. ૧૮૦ પૈકી ૧ મા ૮૦૯૪ ચો.મી. જમીન ફાળવણી કરતા શિક્ષણ તંત્રે જમીનનો કબજો સંભાળી મકાન બાંધવા તજવીજ આદરી છે.
માધ્યમિક સુધીનું શિક્ષણ સ્થાનિક ગામડે મળવાનું શરૂ થતા આજુ બાજુના ગ્રામિણ વિસ્તારના વિધાર્થીઓને ઘર આંગણે પ્રાથમિક થી વધુ ઉચ્ચ શિક્ષણની તક ઉભી થશે. શિક્ષિત થયા પછી સરકારી નોકરીની સાથે ખાનગી ક્ષેત્રે પણ પગભર થવામા અને ઉધોગ ધંધામાં ઝંપલાવી ભણતર ની કોઠાસુઝથી ઉધોગ ધંધામા સારી સફળતા મેળવી શકશે. જોકે, આમ તો અહિયા વર્ષ ૨૦૧૬ થી ધો. ૯ અને ધો. ૧૦ હાલ કામચલાઉ ધોરણે પ્રાથમિક શાળામા કાર્યરત છે.

Comments
Loading...
WhatsApp chat