મોરબીમાં આરોગ્ય શિબિર યોજાય

મારુ મોરબી સ્વસ્થ મોરબી ના સૂત્ર સાથે આયોજિત  પ્રાકૃતિક જીવનશૈલીની સમજ આપતી આરોગ્ય શિબિર ગઈકાલ ના રોજ સંસ્કારધામ મોરબી ખાતે યોજવમાં આવી હતી  શિબિરનો 200 થી વધુ  આરોગ્ય પ્રેમીઓએ લાભ લીધો હતો જેમાં આરોગ્યના ત્રણ પાયાના ભાગ  હવા ,પાણી અને ખોરાકએ એ ત્રણે વિષયને આવરી લેવામાં આવ્યા હતા

આ શિબિરના શરૂઆતમાં  હૈદ્રાબાદથી આવેલી ટીમે પાણીની ગુણવત્તા , પાણીના વીવધ ઘટકો અને શુદ્ધીકરણના  આધુનિક ઉપકરણો ની સમજ આપી . ત્યારબાદ વિવિધ રોગોમાં  રસાહાર દ્વારા  સારવાર અને   દરેક લોકો સાથે લાવેલ તે પાણીના   સેમ્પલ ચકાસી આપીને ડો જગદીશ ગજજરે ( નેચરોપેથ ) જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું તે ઉપરાંત ખુબ કિફાયતી કિંમતે તૈયાર કરાયેલી અને પીવાના  પાણીમાટે  જરૂરી બધા ઘટકોને સંતુલીત કરતી  એક ડિવાઇસ નું પ્રદર્શન પણ કરાયું હતું .

જૂનાગઢથી આવેલા  મુખ્ય વક્તા ડો. રેવિનભાઈ પટેલે  દિનચર્યા ને પ્રાકૃતિક નિયમો સાથે  જોડીને જટિલમાં જટિલ રોગોને પણ નાથી શકવાની સરળ સમજ આપીને વીવીધ રોગીઓને વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું . શિબિરમાં સવારે જ્યુસ , બપોરના  રાંધ્યા વગરનું  સ્વાદિષ્ટ જમણ અને સમાપન સમયે  આરોગ્યપ્રદ નાસ્તાની વ્યવસ્થા ડો જગદીશ ગજ્જરના કુટુંબે કરી હતી

 

Comments
Loading...
WhatsApp chat