



સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીકોમ, બીએ સેમેસ્ટર ૫ ની પરીક્ષા ચાલી રહી છે જેમાં આજે અંગ્રેજી વિષયનું પેપર હોય ત્યારે હળવદ ડી વી રાવલ આટૅસ અેન્ડ કોમૅસ કોલેજ માં બીકોમ સેમેસ્ટર ૫ બ્લોક નંબર સાતમાં બેઠક નંબર ૦૦૨૦૬૯ ભાટીયા હરપાલ બી ની જગ્યાએ ડમી ઉમેદવાર પરીક્ષા આપતો હોય તેવી શંકા કોલેજ ના પ્રિન્સીપાલ જે, એન, માલાસણા એે જાત તપાસ કરતા પરીક્ષા આપતો ડમી ઉમેદવાર ને રંગે હાથ ઝડપી પાડયો હતો
આ ડમી ઉમેદવારનું નામ અજયસિહ આર રાજપુત રહે, સુરેન્દ્રનગર જણાવ્યું હતું પરંતુ તપાસ કરતા ડમી ઉમેદવાર નુ સાચુ નામ ભાટીયા કીરપાલ બી રહે શકિતનગર તા, હળવદ વાળો હોવાનુ બહાર આવ્યુ હતુ, હળવદ ડીવીરાવલ કોલેજના પ્રિન્સિપાલ દ્રારા તાત્કાલીક ધોરણે હળવદ પોલીસ ને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું, હળવદ જેવા નાના સેન્ટર માં ડમી ઉમેદવાર ઝડપાતા શિક્ષણ આલમ માં ખળભળાટ મચી જવા પામ્યો હતો



