Billboard ad 1150*250

મોરબીમાં પોષણ માસની ઉજવણી, પોષ્ટિક અને સમતોલ આહાર અંગે માર્ગદર્શન

0 35
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.

        તાજેતરમાં મોરબીના વિકાસ વિદ્યાલય (ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ) અધિકારી ડૉ. પ્રાર્થના. વી. શેરશીયાના માર્ગદર્શન હેઠળ પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. પોષણ માસની ઉજવણીમાં સંસ્થાની બાળાઓને પોષ્ટિક આહાર, ખોરાકની વ્યવ્સ્થા, સવારના નાસ્તાનું મહત્વ, સમતોલ આહારનું મહત્વ તેમજ કુપોષણને લગતા મુદાઓ વિશેષ જાણકારી આપવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ મોરબીના ડૉ. શીતલ જાનીએ ખાસ ઉપસ્થિત રહી અહીંની બાળાઓને માર્ગદર્શન આપ્યું હતું. પોષણ માસની ઉજવણીમાં આશરે ૧૦૦  બાળાઓએ ભાગ લઇ વ્યક્તિના જીવનમાં પોષણ અંગેના મહત્વ અમુલ્ય જાણકારી મેળવી હતી.  કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. વિપુલ.ડી.શેરશીયા, રંજનબેન મકવાણા, ખ્યાતિબેન પટેલ તેમજ વિકાસ વિદ્યાલય મોરબીનો સ્ટાફ જોડાયો હતો.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat