Billboard ad 1150*250 Billboard ad 1150*250

ભારતીય સેનામાં ૧૭ વર્ષ સેવા આપી પરત ફરેલા આર્મી જવાનનું મોરબીમાં ભવ્ય સ્વાગત

આહીર સમાજ દ્વારા નિવૃત આર્મી જવાનનું ભવ્ય સ્વાગત

 

ભારતીય સેનામાં ૧૭ વર્ષ સુધી સેવા આપી નિવૃત થયેલા આર્મીના જવાન આજે માદરે વતન પરત ફરતા મોરબી આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નવલખી રોડ પર આહીર સમાજ વાડી ખાતે નિવૃત આર્મી જવાનનું સ્વાગત કરાયું હતું

હળવદ તાલુકાના મયુરનગર ગામના વતની કલ્પેશભાઈ વિરાભાઈ લોખીલ ભારતીય સેનામાં ૧૭ વર્ષ સેવા આપી તાજેતરમાં નિવૃત થયા છે કલ્પેશભાઈ લોખીલે ભારતીય સેનામાં વિવિધ સ્થળોએ સેવા આપી છે જેમાં નાસિકથી શરૂઆત કરીને પંજાબ, જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓની સુરક્ષા, દિલ્હી ખાતે વીવીઆઈપી સુરક્ષા અને છેલ્લે આસામ ખાતે ફરજ બજાવી તેઓ નિવૃત થઈને પોતાના વતન પરત ફર્યા છે ત્યારે મોરબી જીલ્લા આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું

મોરબી આહીર સમાજ અગ્રણી ચંદુભાઈ હુંબલ, લાખાભાઈ જારીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવલખી રોડ પર આહીર સમાજ વાડી ખાતે નિવૃત આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ તેમને ભારતીય સેનામાં બજાવેલ ફરજને પણ બિરદાવી હતી

 

Comments
Loading...
WhatsApp chat