મોરબીમા રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે

તમામ હિંદુ સંગઠનો દ્વારા કરાયું આયોજન

        મોરબીમાં રામનવમીના પાવન અવસરે મોરબી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો પર ફરશે

        રામનવમી નિમિતે શોભાયાત્રાનાં આયોજન માટે દરબાર ગઢ ખાતેના રામ મહેલ મંદિર ખાતે બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમાં બજરંગ દળ, શિવસેના, યદુનંદન ગ્રુપ, વિશ્વ હિંદુ પરિષદ, જલારામ મંદિર, કાલિકા પ્લોટ યુવા સંગઠન, હિંદુ યુવા સંગઠન, પરશુરામ યુવા ગ્રુપ સહિતના હિંદુ સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં રામનવમી નિમિતે તમામ હિંદુ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે આયોજિત શોભાયાત્રા તા. ૧૪-૦૪ ના રોજ બપોરે ૦૨ : ૩૦ કલાકથી શરુ થશે જે નવા બસ સ્ટેન્ડથી બાપા સીતારામ ચોક, ચકીયા હનુમાન, ગાંધી ચોક, વિજય સિનેમા, ડો. તખ્તસિંહજી રોડ, ત્રિકોણ બાગ, ગ્રીન ચોક ફરીને દરબાર ગઢ ખાતે સાંજે પૂર્ણ થશે જે શોભાયાત્રામાં ભગવાનનો રથ ઉપરાંત ડીજે અને વિવિધ સંગઠનોના ફલોટસ તૈયાર કરવામાં આવશે શોભાયાત્રામાં ધર્મપ્રેમી જનતાએ પધારવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat