


મોરબીમાં હિંદુવાદી સંગઠનો દ્વારા રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી વળશે જે શોભાયાત્રામાં વિવિધ સંગઠનના કાર્યકરો ઉપરાંત નાગરિકો જોડાશે.
આગામી તા. ૨૫ ના રોજ રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવા માટે જલારામ મંદિર ખાતે વિવિધ હિન્દુવાદી સંગઠનોની બેઠક મળી હતી જેમાં ભવ્ય શોભાયાત્રાની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. જેમાં આગામી તા. ૨૫ ને રવિવારે સાંજે ૦૪ : ૩૦ કલાકે શોભાયાત્રા દરબારગઢથી પ્રસ્થાન કરશે જે સોની બજાર, ગીનચોક, નગર દરવાજે, શાકમાકેઁટ ચોક, ગાંધી ચોક, ચકિયા હનુમાન,ચિંતામણી વાળો ચોક, ત્યાંથી શનાળા રોડ રામચોક, અને ત્યારબાદ અયોધ્યાપુરી રોડ પરના જલારામ મંદિરે પૂર્ણ કરવામાં આવશે
ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદ (ફરાળ) નું આયોજન જલારામ મંદિર દ્વારા કરવામાં આવશે. શોભાયાત્રા માં સૌ પ્રથમ બાઈક ત્યારબાદ રામ ભગવાન નો રથ, ડીજે સાથે બધા સંગઠન ના ફ્લોટ, ધર્મપ્રેમી નાગરિકો અને છેલ્લે બાઈક આ રીતે શોભાયાત્રા યોજવામાં આવશે તેમજ શોભાયાત્રામાં સંગઠનના હોદેદારો અને કાર્યકરો સાફો અને ખેસ પહેરીને જોડાશે. રામનવમીની શોભાયાત્રામાં દરેક ધર્મપ્રેમી જનતાએ જોડાવવા શિવસેના પ્રમુખ કમલેશ બોરીચા અને મોરબી બજરંગદળ પ્રમુખ કમલ દવે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

