Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ, જુઓ શોભાયાત્રાનો વિડીયો

આજે રામનવમી નિમિતે મોરબી ખાતે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ. શિવસેના, વીરદાદા જશરાજ સેના, હિંદુ યુવા સંગઠન અને જલારામ મંદિરના સંયુક્ત યોજાયેલી શોભાયાત્રા દરબારગઢથી પ્રસ્થાન કરી શહેરના રાજમાર્ગો પર ફરી હતી.

શોભાયાત્રામાં ભગવાન શ્રી રામનો રથ શણગારવામાં આવ્યો હતો તેમજ વિવિધ સંસ્થાઓના ફલોટસ તૈયાર કરવામાં આવ્યા હતા. હિંદુવાદી સંગઠનોના કાર્યકરો સાફો બાંધી શોભાયાત્રામાં જોડાયા હતા અને કાર્યકરોએ અંગ કસરતના દાવો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું તેમજ સાંજે જલારામ મંદિર ખાતે ફરાળ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં સંગઠનના આગેવાનો, કાર્યકરો અને ભક્તો જોડાયા હતા.

જુઓ રામનવમી શોભાયાત્રાનો વિડીયો….

 

Comments
Loading...
WhatsApp chat