


મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌશાળાના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૧૦ થી ૧૯ ઓક્ટોબર સુધી રામેશ્વર ફાર્મ, ન્યુ એર સ્કૂલ નજીક પાટીદાર નવરાત્રી મહોત્સવ ૨૦૧૮ નું જાજરમાન આયોજન કરાયું છે
પાટીદાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન દર વર્ષે કરવામાં આવે છે તો નવરાત્રીમાં માં જગદંબાની આરાધના સાથે સમાજક જવાબદારીનું પણ વહન કરવામાં આવી રહ્યું છે જેમાં આયોજન થકી થતી આવક ગૌસેવાના લાભાર્થે વાપરીને સદુપયોગ કરવામાં આવે છે
પાટીદાર નવરાત્રી મહોત્સવ ત્રણ વર્ષ સફળતાના પૂર્ણ કરીને ચોથા વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરિયા જણાવે છે કે દર વર્ષે મહોત્સવની આવકનો સદુપયોગ ગૌસેવાના લાભાર્થે કરવામાં આવે છે ચાલુ વર્ષે સંસ્થાએ એવો નિર્ણય કર્યો છે કે આવકના ૫૦ ટકા રકમ ગૌશાળાને અર્પણ કરવામાં આવશે જયારે બાકીની ૫૦ ટકા રકમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ જે આર્થિક રીતે નબળા હોય તેને અભ્યાસમાં મદદરૂપ બનવાનો પ્રયત્ન કરવામાં આવશે
પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરિયાનું ઈન્ટરવ્યું……..