આમરણ ગૌ-શાળા દ્વારા ઋષિ પાંચમ નિમિતે ભવ્ય લોકમેળો યોજાશે

ભારતમાં ઋષિ પાંચમના પર્વ પર ગ્રામ્ય વિસ્તારોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની પરંપરા રહેલી છે. ત્યારે આગામી બુધવારે આમરણ ગૌ-શાળા દ્વારા આમરણ ખાતે સાંસ્કૃતિક મેળો યોજાશે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આમરણ મુકામે મેલડી માતાજીના ધામ ખાતે દર વર્ષે ઋષિ પાંચમના દિવસે આમરણ ગૌ-શાળા પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે ત્યારે આ વર્ષે પણ ધર્મપ્રેમી પ્રજા માટે ગૌશાળા દ્વારા મંગલ દીપ પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.૧૯-૯-૨૦૨૩ને મંગળવારના રોજ સવારે ૮:૩૦ કલાકે મેલડી માતાજીની મહાપુજા યોજાશે. અને તા.૨૦-૦૯-૨૦૨૩ને બુધવારે ઋષિ પાંચમના રોજ ભવ્યાતી ભવ્ય સંસ્કૃતિ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જ્યાં સવારે ૭:૦૦ થી રાત્રે ૧૨:૦૦ સુધી જામનગર કંડલા હાઈવે – આમરણ ખાતે લોકમેળો આકર્ષણનું કેન્દ્ર બનશે ત્યારે સમગ્ર મોરબીની ધર્મપ્રેમી પ્રજાને આ બંને કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આમરણ ગૌશાળા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat