મોરબીમાં ધર્મનાથ દાદાની ૨૬૮મી સાલગીરીની પૂર્વ સંધ્યાએ ધ્વજા ગુણ ગુંજનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે

પરમાત્માના વિરહમાં હદયને સ્મરનો આનંદ મળે છે. પરમાત્માના મિલનમાં નયનને દર્શનનો આનંદ મળે છે. ત્યારે મોરબીમાં પ્રથમવાર સમસ્ત જૈન સંઘો માટે ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા ધર્મનાથ દાદાની ૨૬૮મી સાલગીર ની પૂર્વ સંધ્યાએ   ધ્વજા ગુણ ગુંજન તથા ધ્વજા વધામણા નો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશે.

 

જ્યાં  21/06/2022,મંગળવાર. રાત્રીના 8.15 કલાકે પુરુષોનો ઉપાશ્રય, દરબારગઢ, મોરબી ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં કલાકાર દીપેશભાઈ કામદાર, ભાવનગરથી પધારશે અને સુરની સાધના રેલાવશે. આ સાથે હાજર રહેનાર સકલ સંઘના ભાઈઓ તથા બહેનોને દાતા પરિવારે વધાવ્યા બાદ ધ્વજાને વધાવાનો અમૂલ્ય લાભ મળશે. તેમજ આ વર્ષ તેમજ આવતા વર્ષની ઘ્વજા જીની બોલી પણ બોલાશે. તેમ મંત્રી જયેશભાઈ કોઠારી અને પ્રમુખ નિલેશભાઈ શાહની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat