મોરબીમાં તથાગત બુદ્ધ કોમ્યુનીટી હોલનો લોકાપર્ણ સમારોહ યોજાશે

મોરબી-માળિયા અને ટંકારા તાલુકા વણકર સમાજસંચાલિત નવનિર્મિત સંકુલ તથાગત બુદ્ધ કોમ્યુનીટી હોલનો લોકાપરણ સમારોહ તા. ૧૭ ને શનિવારે સવારે ૧૦ કલાકે ભડિયાદ કાંટા પાસે, નજરબાગ સ્ટેશન રોડ મોરબી ૨ ખાતે યોજાશે

જે લોકાપર્ણ સમારોહ મહંત શંભુનાથ ગુરુ બલદેવનાથ અને સંત સવૈયાનાથ સમાધિસ્થાન ઝાંઝરકાના અધ્યક્ષસ્થાને યોજાશે સમારોહમાં મહંત ગોરધનબાપા આશીવર્ચન પાઠવવા પધારશે તે ઉપરાંત અતિથી વિશેષ તરીકે ગુજરાત સરકારના સેલ્સટેક્ષ ઓફિસર પી ડી વાઘેલા, મોરબી જીલ્લા એસપી અને ભડિયાદ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઉપસ્થિત રહેશે લોકાપર્ણ સમારોહમાં સમાજવાડી સંકુલમાં અનુદાન આપનાર દાતાઓને સમાજ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તેમ સંસ્થાની યાદી જણાવે છે

Comments
Loading...
WhatsApp chat