જેતપર તપોવન વિદ્યાલયમાં રીયલ સ્ટાર ૨૦૧૯ ની ભવ્ય ઉજવણી

સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ સમારોહ સંપન્ન

        મોરબીના જેતપર સ્થિત તપોવન વિધાલય ખાતે તાજેતરમાં રીયલ સ્ટાર ૨૦૧૯ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ કાર્યક્રમ ઉજવાયો હતો જેમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજુ કરીને મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા

        મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરવતી નીલકંઠ વિધાલય દ્વારા તપોવન વિધાલય જેતપરનું મેનેજમેન્ટ સંભાળવામાં આવ્યું છે અને શાળાનું સંચાલન હવે નીલકંઠ વિદ્યાલય પરિવાર કરી રહ્યો છે ત્યારે નવા સંચાલન અંતર્ગત રીયલ સ્ટાર ૨૦૧૯ બેનર હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં તપોવન વિધાલય જેતપરના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને રમત ગમત ક્ષેત્રે નોંધનીય પ્રદર્શન માટે શિલ્ડ એનાયત કરાયું હતું તેમજ ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ૨૦ થી વધુ કૃતિઓ રજુ કરવામા આવી હતી

        કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીતુભાઈ વડસોલા, નીલેશભાઈ કુંડારિયા, મહેશભાઈ સાદડીયા, નીલેશભાઈ અઘારા, નવનીતભાઈ કાસુન્દ્રા, યોગેશભાઈ ઘેટિયા અને હરદાસભાઈ ટેટીયા દ્વારા કરવામાં આવ્યું હતું રીયલ સ્ટાર ૨૦૧૯ નું સંચાલન શૈલેશભાઈ રાવલ તથા નિશાબેન રાઠોડ, ક્રિષ્નાબેન કૈલા, વાસુભાઇ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું  

Comments
Loading...
WhatsApp chat